વેસ્ટ ઇન્ડિઝ
English: West Indies

એન્ટિલિસ ટાપુઓ (વેસ્ટ ઇન્ડિઝ)

વેસ્ટ ઇન્ડિઝ એ કેરેબિયન અને ઉત્તરી એટલાન્ટિક સમુદ્રનો વિસ્તાર છે જે ઘણાં ટાપુઓ અને એન્ટિલિસ અને લઆયુન દ્વીપસમૂહનો સમાવેશ કરે છે.[૧] ક્રિસ્ટોફર કોલંબસની અમેરિકાની પ્રથમ સફર બાદ, યુરોપિયનો ભારતથી (દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા) આ પ્રદેશને અલગ પાડવા માટે ખોટી રીતે વેસ્ટ ઇન્ડિઝ તરીકે સંબોધવાનું શરુ કર્યું.

૧૭મી થી ૧૯મી સદી દરમિયાન, વેસ્ટ ઇન્ડિઝમાં બ્રિટિશ, ડેનિશ, ડચ, ફ્રેંચ અને સ્પેનિશ વસાહતો સ્થપાઇ. ડેનિશ અને સ્પેનિશ વસાહતો હવે અમેરિકન વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે.(સંદર્ભ આપો)

૧૯૧૬ની સાલમાં ડેનમાર્કે ડેનિશ વેસ્ટ ઇન્ડિઝનો પ્રદેશ અમેરિકાને ૨૫ મિલિયન ડોલરની કિંમતના સોનાનાં બદલે વેચી દીધો. ત્યારબાદ આ પ્રદેશ અમેરિકાના પ્રદેશ, યુનાઇડેટ સ્ટેટ વર્જિન ટાપુઓ તરીકે ઓળખાય છે.

૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન, યુનાઇડેટ કિંગડમે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓની સરહદો ફરીથી આંકી (સિવાય કે બ્રિટિશ વર્જિન ટાપુઓ, ધ બહામાસ, બ્રિટિશ હોન્ડુરાસ અને બ્રિટિશ ગુયેના) અને વેસ્ટ ઇન્ડિઝ ફેડરેશન બનાવ્યું. તેમણે ધાર્યું કે આ ફેડરેશન એક દેશ તરીકે સ્થાન પામશે. તેમ છતાં, ફેડરેશનને બહુ જ મર્યાદિત સત્તાઓ, રાજકીય પ્રશ્નો અને આધાર ન હતો. ત્યારબાદ ૧૯૬૩માં આ ફેડરેશનને વિખેરી નાખવામાં આવ્યું અને ૯ પ્રદેશો અલગ રાજ્યો અને ચાર સમુદ્ર પારના બ્રિટિશ વિસ્તારો બન્યા.

વેસ્ટ ઇન્ડિઝ / વેસ્ટ ઇન્ડિયા શબ્દનો વપરાશ ૧૭મી અને ૧૮મી સદીઓ દરમિયાન ઘણી કંપનીઓમાં થયો, જેમ કે ડેનિશ વેસ્ટ ઇન્ડિયા કંપની, ધ ડચ વેસ્ટ ઇન્ડિયા કંપન, ધ ફ્રેંચ વેસ્ટ ઇન્ડિયા કંપની, અને ધ સ્વિડિશ વેસ્ટ ઇન્ડિયા કંપની.

શબ્દનો વપરાશ

તુલાની યુનિવર્સિટીના અધ્યાપક રોસાને એડરલી કહે છે કે "'વેસ્ટ ઇન્ડિઝ' શબ્દનો ઉપયોગ કોલંબસે મેળવેલ પ્રદેશો જે સ્પેન દ્વારા હક જમાવવામાં આવ્યો હતો તે અને બીજાં યુરોપી સત્તાઓ દ્વારા એશિયામાં મેળવેલ પ્રદેશો 'ઇસ્ટ ઇન્ડિઝ' થી અલગ પાડવામાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ શબ્દનો ઉપયોગ બધી યુરોપી સત્તાઓ દ્વારા કરવામાં આવ્યો. બ્રિટિશ વેસ્ટ ઇન્ડિઝ ફેડરેશનને વિખેરી નાખ્યા બાદ પણ વેસ્ટ ઇન્ડિઝે એક જ ક્રિકેટ ટીમ તરીકે આંતર રાષ્ટ્રીય રમતોમાં રમવાનું ચાલુ રાખ્યું."[૨]

Other Languages
Afrikaans: Wes-Indië
Ænglisc: Westindīega
অসমীয়া: ৱেষ্ট ইণ্ডিজ
žemaitėška: Vest Indėjė
беларуская: Вест-Індыя
беларуская (тарашкевіца)‎: Вэст-Індыя
Mìng-dĕ̤ng-ngṳ̄: Să̤ Éng-dô Gùng-dō̤
Cebuano: West Indies
čeština: Západní Indie
dansk: Vestindien
English: West Indies
فارسی: هند غربی
Nordfriisk: Kariibisk eilunen
客家語/Hak-kâ-ngî: Sî Yin-thu Khiùn-tó
հայերեն: Վեստ Ինդիա
interlingua: Indias Occidental
Bahasa Indonesia: Hindia Barat
한국어: 서인도 제도
Кыргызча: Вест-Индия
lietuvių: Vest Indija
latviešu: Vestindija
Bahasa Melayu: Caribbean
မြန်မာဘာသာ: ကာရစ်ဘီယံ
Plattdüütsch: Karibik
Nederlands: West-Indië
norsk: Vestindia
پنجابی: لہندا انڈیز
português: Índias Ocidentais
русский: Вест-Индия
sicilianu: Indi Uccidintali
српски / srpski: Западне Индије
svenska: Västindien
українська: Вест-Індія
oʻzbekcha/ўзбекча: Vest-Indiya
Tiếng Việt: Tây Ấn
მარგალური: კარიბეფი
Bân-lâm-gú: Sai Ìn-tō͘ Kûn-tó