વિકિપીડિયા:નોંધનીયતા

વિકિપીડિયા પર, નોંધનીયતા એ સંપાદકો દ્વારા એ નક્કી કરવા માટે કરાતું પરીક્ષણ છે કે જે તે વિષય એ લેખને સમુચિત આધાર, સમર્થનકર્તા, છે કે નહીં.

વિકિપીડિયા પરની વિગતો ચોક્કસપણે ચકાસણીયોગ્ય હોવી જોઈએ; જો જે તે વિષય માટે વિશ્વસનીય ત્રાહિત સ્રોત મળી શકે તેમ ન હોય, તો એ વિષય પર સ્વતંત્ર લેખ બનાવી શકાય નહીં. નોંધનીયતા વિશેની વિકિપીડિયાનો આ ધારણા વિષયોના આડેધડ સમાવેશને અવગણવા માટે કરાયેલી છે. લેખ અને યાદીના વિષયો નોંધનીય અથવા ધ્યાન આપવા લાયક (worthy of notice) હોવા જ જોઈએ. નોંધનીયતા અનિવાર્યપણે એવી બાબતો, જેવી કે, પ્રતિષ્ઠા, પ્રખ્યાતિ, કીર્તિ, મહત્વ કે લોકપ્રિયતા પર આધાર રાખતી નથી. જો કે નીચે વર્ણવાયેલી માર્ગદર્શિકાને મળતી આવતી આવી બાબતો, જે વિષયની સ્વિકૃતિમાં વધારો કરતી હોય, એમાં અપવાદ છે.

કોઈ એક વિષય લેખ માટે યોગ્યતા ધરાવે છે જો :

  1. તે કાં તો નીચે અપાયેલી નોંધનીયતાની સામાન્ય માર્ગદર્શિકાને મળતો આવતો હોય અથવા તો જમણી બાજુનાં ચોકઠામાં અપાયેલી વિષય આધારિત માર્ગદર્શિકાની રૂપરેખાના માપદંડ પર ખરો ઉતરતો હોય.
  2. તે વિકિપીડિયા શું નથી વાળી નીતિ પ્રમાણે બાકાત કરવા લાયક ન હોય.

એવી કોઈ ખાત્રી નથી અપાતી કે કોઈ વિષયની આવશ્યકપણે સ્વતંત્ર, એકલ પાના તરીકે જ સંભાળ લેવાશે. સંપાદકો પોતાના વિવેક અનુસાર તેને અન્ય લેખમાં ઉમેરી શકે છે કે બે અથવા વધુ એકમેવ સાથે સંકળાયેલા વિષયોને એક લેખ તરીકે જોડી શકે છે. આ માર્ગદર્શિકા કોઈ વિષય તેનેમાટેના લેખ કે યાદી માટે ઉચિત છે કે કેમ તેની માત્ર રૂપરેખા આપે છે. તે લેખ કે યાદીની સામગ્રીની મર્યાદા બાંધતી નથી. સામગ્રી સંબંધિત વિકિપીડિયાની નીતિ માટે, જુઓ નિષ્પક્ષ દૃષ્ટિકોણ, ચકાસણીયોગ્યતા, પ્રારંભિક સંશોધન નહીં, વિકિપીડિયા શું નથી અને જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર જેવી નીતિઓ.

સામાન્ય નોંધનીયતા માર્ગદર્શન

જે વિષયને સ્વતંત્ર વિશ્વાસપાત્ર સ્રોત (આ વિગતો હાલ અંગ્રેજીમાં છે) પર નોંધપાત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત હોય એ વિષય અહીં સ્વતંત્ર લેખ કે યાદીના પાના માટે ઉચિત ગણાય છે.

  • "નોંધપાત્ર પ્રસિદ્ધિ" એ વિષયને સીધો અને ઊંડાણપૂર્વક દર્શાવતી હોવી જોઈએ, જેથી તેની વિગતો લેવામાં પ્રારંભિક સંશોધન નહીં કરવું પડે. (અને આમ એ નીતિનું ઉલ્લંઘન થશે નહીં). નોંધપાત્ર પ્રસિદ્ધિ એ માત્ર અછડતા ઉલ્લેખ કરતાં કંઈક વધુને ગણાવાય, પણ એ જરૂરી નથી કે તે સ્રોત/સંદર્ભ સ્રોત વિગતનો મુખ્ય વિષય હોય.[૧]
  • "વિશ્વાસપાત્ર" અર્થાત તે સ્રોત નોંધપાત્રતાની ચકાસણીયોગ્યતાનું મુલ્યાંકન થઈ શકે તેવી સંપાદકીય અખંડિતતા ધરાવતો વિશ્વાસપાત્ર સ્રોત હોવો જોઈએ. સ્રોત વિકિપીડિયા પર પ્રસિદ્ધ, કોઈપણ ભાષાના, લખાણ કે દૃશ્ય-શ્રાવ્ય એવા બધાં સ્વરૂપોની વિગતોને આવરી લેતો હોવો જોઈએ. જે તે વિષયને લાગુ પડતાં માધ્યમિક સ્રોતોની ઉપલબ્ધી હોવી એ નોંધપાત્રતા નક્કી કરવા માટેની સારી કસોટી છે.
  • "સંદર્ભો"[૨] માધ્યમિક સ્રોતો દ્વારા જ પ્રાપ્ત થયેલાં હોવા જોઈએ, કે જે નોંધપાત્રતા વિશે સૌથી તટસ્થ પુરાવાઓ પુરા પાડતા હોય. સંદર્ભસ્રોતો જે તે વિષયના ઊંડાણ અને ગુણવત્તામાં વિવિધતા ધરાવતા હોય છે એટલે અહીં સંદર્ભો માટે કોઈ ચોક્કસ સંખ્યાનો આગ્રહ રખાતો નથી પણ, સામાન્ય રીતે એક કરતાં વધુ સંદર્ભોની અપેક્ષા રખાય છે.[૩] સંદર્ભો ઓનલાઈન જ કે અંગ્રેજીમાં લખાયેલા જ હોવા "જરૂરી નથી". એક જ લેખક કે સંસ્થા દ્વારા વિવિધ રીતે પ્રસિદ્ધ થયેલા સંદર્ભોને, નોંધપાત્રતા નક્કી કરવા બાબતે, સામાન્ય રીતે એક જ સંદર્ભ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે.
  • "વિષયથી સ્વતંત્ર" સંદર્ભ, એટલે કે જે તે લેખના પોતાના જ વિષયથી પ્રાપ્ત થતા કે જે તે વિષય સાથે જોડાયેલા હોય તેના દ્વારા પ્રાપ્ત થતા ન હોય તેવા, હોવા જોઈએ. ઉદાહરણરૂપે, જાહેરાત, પ્રેસનોટ, આત્મકથાઓ, અને જે તે વિષયની વેબસાઈટ સ્વતંત્ર સંદર્ભ તરીકે ગણાશે નહિ.[૪]

જો કોઈ વિષય આ માર્ગદર્શિકાને મળતો આવતો ન હોય તેમ છતાં તે કેટલીક ચકાસણીયોગ્ય વાસ્તવિકતા ધરાવતો હોય, તો અન્ય કોઈ લેખમાં તેની ચર્ચા કરવી ઉપયોગી બની રહેશે.

Other Languages
беларуская (тарашкевіца)‎: Вікіпэдыя:Значнасьць
Bahasa Indonesia: Wikipedia:Kelayakan artikel
Lëtzebuergesch: Wikipedia:Relevanz
Bahasa Melayu: Wikipedia:Kelayakan
Plattdüütsch: Wikipedia:Relevanz
srpskohrvatski / српскохрватски: Wikipedia:Značaj
Simple English: Wikipedia:Notability
slovenščina: Wikipedija:Pomembnost
српски / srpski: Википедија:Значај
oʻzbekcha/ўзбекча: Vikipediya:Ensiklopedik ahamiyat