રાઈટ બંધુઓ


રાઈટ બંધુઓ
રાઈટ બંધુઓ

રાઈટ બંધુઓ , ઓરવીલ (19 ઓગસ્ટ, 1871 – 30 જાન્યુઆરી, 1948) અને વિલબર (16 એપ્રિલ, 1867 – 30 મે, 1912), બે અમેરિકન ભાઈઓ છે જેમને સામાન્યપણે વિશ્વના પ્રથમ સફળ વિમાનના શોધક અને સર્જક તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે 17 ડિસેમ્બર, 1903ના રોજ વિશ્વની પ્રથમ માનવીય ઉડાન ભરી જેમાં તેમણે હવાથી વધુ વજનદાર વિમાનનું નિયંત્રિત રીતે નિર્ધારિત સમય સુધી સંચાલન કર્યું હતું. [૧] [૨] [૩] બે વર્ષ બાદ, આ ભાઈઓએ પ્રથમ જડિત-પાંખો યુક્ત વિમાનના રૂપમાં તેમનું ફ્લાઈંગ મશીન બનાવ્યું હતું. રાઈટ બંધુઓ પ્રાયોગિક વિમાન બનાવનાર અને ઉડાડનાર પ્રથમ વ્યક્તિઓ ન હોવા છતા, જડિત-પાંખો યુક્ત વિમાનને નિયંત્રણમાં રાખવાની પદ્ધતિઓ સૌપ્રથમ વખત તેમણે શોધી હતી જેના કારણે ઉડાન શક્ય બની શકી.

આ ભાઈઓની પ્રથમ સિદ્ધિ ત્રિ-અક્ષીય નિયંત્રણને ગણી શકાય, જેના કારણે પાઈલટ અસરકારક રીતે વિમાનનું સુકાન સંભાળી શકતો થયો અને તેની સમતુલા જાળવી શકે છે. [૪] આ પદ્ધતિ એક માપદંડ બની ગઈ અને ત્યારબાદ તમામ જડિત-પાંખોના વિમાનમાં તેનો જ માપદંડ તરીકે ઉપયોગ થવા લાગ્યો. [૫] [૬] રાઈટ બંધુઓએ એરોનોટિકલ (વિમાન વિદ્યાને લગતી) કામગીરીમાં અન્ય લોકોએ પરીક્ષણો કર્યા તેમનાથી વધુ શક્તિશાળી એન્જિન બનાવાના બદલે, શરૂઆતથી જ “ઉડાનની સમસ્યાઓ”નો ઉકેલ લાવવા માટેના રહસ્યોને ઉકેલવા પર જ ધ્યાન આપ્યું હતું. તેમના કાળજીપૂર્વકના વિન્ડ ટનલ (વાયુ સુરંગ) પરીક્ષણોના કારણે અગાઉ મળેલા એરોનોટિકલ ડેટા કરતા વધુ બહેતર પરિણામો મળ્યા હતા, જેના કારણે તેઓ વધુ અસરકારક પાંખો અને પંખા બનાવી શક્યા હતા. [૭] [૮] તેમની યુએસ (US) પેટન્ટ 821,393 એરોડાયનેમિક નિયંત્રણના તંત્રના આવિષ્કારનો દાવો કરે છે જે ફ્લાઈંગ મશીનની સપાટીઓને ચાલવે છે. [૯]

રાઈટ બંધુઓએ તેમની સફળતા માટે જરૂરી એવી યાંત્રિક કુશળતા વર્ષો સુધી તેમના પ્રિન્ટિંગ પ્રેસની દુકાનમાં, સાઈકલ, મોટર અને અન્ય મશીનો સાથે કરેલી કામગીરીમાંથી મેળવી હતી. સાઈકલની દુકાનમાં તેમણે કામ કર્યું ત્યારે તેમને એવો વિશ્વાસ જાગ્યો કે જો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો ફ્લાઈંગ મશીન જેવા અસ્થિર મશીનને નિયંત્રિત અને સમતુલિત કરી શકાય છે. [૧૦] 1900ના સમયથી 1903માં તેમણે પ્રથમ સંચાલિત ઉડાન ભરી ત્યાં સુધીમાં, તેમણે સંખ્યાબંધ ગ્લાઈડર પરીક્ષણો કર્યા હતા જેના કારણે તેમનું પાઈલટ તરીકેનું કૌશલ્ય સારી રીતે વિકસી શક્યુ હતું. તેમની સાઈકલની દુકાનના કર્મચારી ચાર્લી ટેલર તેમની ટુકડીમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયો હતો, અને તેણે આ ભાઈઓની સાથે રહીને તેમના પ્રથમ વિમાનનું એન્જિન બનાવ્યું હતું.

વિમાનના સંશોધક તરીકે રાઈટ બંધુઓનો દરજ્જો વિવિધ લોકો દ્વારા થતા પ્રતિદાવાઓનો વિષય રહ્યો છે. મોટાભાગના વિવાદો અગાઉ ઉડાન ભરનારા લોકોના પ્રતિસ્પર્ધી દાવાઓ મામલે જાગ્યા હતા.

અનુક્રમણિકા

Other Languages
aragonés: Chirmans Wright
العربية: الأخوان رايت
asturianu: Hermanos Wright
azərbaycanca: Rayt qardaşları
беларуская: Браты Райт
беларуская (тарашкевіца)‎: Райт (браты)
български: Братя Райт
brezhoneg: Breudeur Wright
bosanski: Braća Wright
Ελληνικά: Αδελφοί Ράιτ
Esperanto: Fratoj Wright
español: Hermanos Wright
euskara: Wright anaiak
हिन्दी: राइट बंधु
hrvatski: Braća Wright
Bahasa Indonesia: Wright Bersaudara
íslenska: Wright-bræður
italiano: Fratelli Wright
日本語: ライト兄弟
한국어: 라이트 형제
Lëtzebuergesch: Bridder Wright
lietuvių: Broliai Raitai
latviešu: Brāļi Raiti
मैथिली: राइट बन्धु
олык марий: Райт иза-шольо
македонски: Браќа Рајт
монгол: Ах дүү Райт
मराठी: राइट बंधू
Bahasa Melayu: Wright bersaudara
Mirandés: Armanos Wright
မြန်မာဘာသာ: ရိုက်ညီနောင်
Napulitano: Frate Wright
नेपाल भाषा: राईट दाजुकिजा
Nederlands: Gebroeders Wright
norsk nynorsk: Wright-brørne
ਪੰਜਾਬੀ: ਰਾਇਟ ਭਰਾ
Piemontèis: Frej Wright
português: Irmãos Wright
română: Frații Wright
русский: Братья Райт
sicilianu: Frati Wright
srpskohrvatski / српскохрватски: Braća Wright
Simple English: Wright brothers
slovenčina: Bratia Wrightovci
slovenščina: Brata Wright
српски / srpski: Браћа Рајт
татарча/tatarça: Rayt bertuğannar
ئۇيغۇرچە / Uyghurche: ئاكا-ئۇكا رايتلار
українська: Брати Райт
Tiếng Việt: Anh em nhà Wright
хальмг: Братья Райт
中文: 莱特兄弟
Bân-lâm-gú: Wright hiaⁿ-tī
粵語: 萊特兄弟