કુંભ મેળો

૧૮૫૦નો કુંભ મેળો - હરિદ્વાર,

હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં કુંભ મેળોસાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. જેથી એ ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે તેમાં હરિદ્વાર, ઉત્તરાંચલ, પ્રયાગ, ઉત્તર પ્રદેશ, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને નાસિક, મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે. આ મેળો ચાર મહિના સુધી ચાલે છે જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં સાધુ-સંતો તેમજ શ્રધ્ધાળુઓ પવિત્ર નદીનાં પાણીમાં સ્નાન કરીને પુણ્યશાળી બનવાનો લ્હાવો લે છે અને ધન્યતા અનુભવે છે. તે સમયનું વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવવાળું બની જાય છે. ઘણા શ્રધ્ધાળુઓ આ મેળો ચાર મહિના સુધી ચાલે ત્યાં સુધી તંબુઓ કે કેમ્પમાં જ રહે છે. આ સમયગાળાને કલ્પવાસ કહેવામાં આવે છે, જેથી ત્યાં રહેવાવાળાને કલ્પવાસી કહેવાય છે.


પૌરાણિક મહત્વ

કુંભ મેળો યોજવાનો આશય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યુ. જેમાંથી અલગ-અલગ પ્રકારનાં ચૌદ રત્નો મળી આવ્યા હતાં. તેમાં સૌથી છેલ્લે અમૃતકુંભ મળી આવ્યો જેમાં અમૃત ભર્યુ હતુ અને તે જે પીવે તેને અમરત્વ મળી જાય. તેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે, તે અમૃતનું પાન દાનવો કરે અને જો આવુ બને તો દાનવો આ સૃષ્ટિ ઉપર બધાને માટે જીવવાનું હરામ કરી નાખે. તે સમયે બન્યુ એવુ કે, ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતકુંભ લઈને ભાગવા લાગ્યો. આથી દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા. અમૃતકુંભ લેવાની ખેંચાખેંચમાં કુંભમાંથી અમૃતનાં બિંદુઓ જે સ્થાન પર પડ્યાં હતાં તે ચાર નગરીઓનાં સ્થાને કુંભમેળાઓ દર બાર વર્ષે યોજાય છે. જેથી સાધુ સમાજ તેમજ લોકોમાં આ સ્થાને સ્નાનનું ખાસ મહત્વ છે.

Other Languages
Afrikaans: Kumbh Mela
العربية: كومبه ميلا
অসমীয়া: কুম্ভ মেলা
asturianu: Kumbhamela
беларуская (тарашкевіца)‎: Кумбха Мэля
भोजपुरी: कुंभ मेला
català: Kumbhamela
čeština: Kumbhaméla
Cymraeg: Kumbh Mela
dansk: Kumbh Mela
Deutsch: Kumbh Mela
English: Kumbh Mela
Esperanto: Kumbhamela
español: Kumbhamela
فارسی: کوم میلا
suomi: Kumbh Mela
français: Kumbh Mela
עברית: קומבה מלה
हिन्दी: कुम्भ मेला
magyar: Kumbh mela
Bahasa Indonesia: Kumbha Mela
italiano: Kumbh Mela
ಕನ್ನಡ: ಕುಂಭ ಮೇಳ
lietuvių: Kumbha mela
മലയാളം: കുംഭമേള
मराठी: कुंभमेळा
Bahasa Melayu: Kumbh Mela
नेपाली: कुम्भ मेला
Nederlands: Kumbh Mela
norsk nynorsk: Kumbh mela
ਪੰਜਾਬੀ: ਕੁੰਭ ਮੇਲਾ
polski: Kumbhamela
português: Khumba Mela
русский: Кумбха Мела
संस्कृतम्: कुम्भोत्सवः
Scots: Kumbh Mela
svenska: Kumbh Mela
తెలుగు: కుంభ మేళా
Türkçe: Kumb Mela
українська: Кумбха-Мела
中文: 大壺節